રવિવાર, 12 મે, 2013

આમ આદમી



મોંધવારી વચ્ચે ભીડાયેલો પણ છું.
ભ્રષ્ટાચાર સામે ચીડાયેલો પણ છું.
સમસ્યાઓથી ઘેરાયેલો પણ છું.
અત્યાચારોથી પીડાયેલો પણ છું,
અપહરણકર્તાનાં હાથે અજમાંવાયેલો પણ છું.
ખંડણીવાળાના હાથે ખોવાયેલો પણ છું.
ખોટા વચનોથી ભરમાયેલો પણ છું.
અમલદારોના દાબથી દબાયેલો પણ છું.
ઘસાયેલો છું અને કસાયેલો પણ છું,
કાવા દાવાઓ વચ્ચે ફસાયેલો પણ છું.
ખરા ખોટાથી ટેવાયેલો પણ છું.
પ્રેમના તાંતણે બંધાયેલો પણ છું.
આત્મજનોના ઘાવથી ઘવાયેલો પણ છું.
સુખ-દુઃખ વચ્ચે સંધાયેલો પણ છું.
હારેલો પણ છું, જીતેલો પણ છું.
દેશ કાજે જીવેલો પણ છું.
પરિશ્રમના પરસેવાથી ભીન્જાયેલો પણ છું.
આમ આદમી તરીકે ઓળખાયેલો પણ છું.
દેશદાજથી ખીજાયેલો પણ છું, પણ શું કરું ?
દેશના બંધારણથી બંધાયેલો પણ છું.
કોમી દાવાનળમાં કપાયેલો પણ છું.
આતંકવાદીઓના હાથે મરાયેલો પણ છું.
સપનાઓના સ્મશાનમાં સળગાવાયેલો પણ છું.
અરમાનોની કબરમાં દટાયેલો પણ છું.
અહીંથી ઉભું થવાનું મન નથી થતું કારણ ..!
કારણ, અહી બધી સમસ્યાઓથી સચાવાયેલો પણ છું.

કવિ : નીતિન ગજ્જર